ઘરે આવતા મહેમાનોને નાસ્તામાં બજાર જેવો ટેસ્ટી પૌવાનો ચેવડો હવે ઘરે જ બનાવો.
પૌવા, તેલ, ચણાની દાણ, બદામ, સીંગદાણા, કાજુ, નારિયેળનું છીણ, લીલા મરચા, મીઠો લીમડો, કાળી દ્રાક્ષ, મીઠુ.
સૌ પ્રથમ પૌવાને ચાળીને કડાઈમાં નાંખો અને મધ્યમ આંચ પર તેને થોડી વાર શેકી લો.
હવે તે જ કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ચણાની દાળ, અને શિંગદાણા નાંખીને રોસ્ટ કરી એક પ્લેટમાં કાઢી લો.
હવે આ જ રીતે કાજુ અને બદામ નાખીને ફ્રાય કરી તેમાં કાળી દ્રાક્ષ અને નારિયેળનું કોપરું નાંખીને શેકી લો.
હવે આ કઢાઈમાં મીઠો લીમડો, લીલા મરચાની કટકી, દળદર નાંખીને વઘાર કરી લો.
હવે તેમાં શેકેલા પૌવા અને ડ્રાય ફ્રૂટ્સ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે પૌવાનો ચેવડો તેને ગરમ-ગરમ સર્વ કરી શકો છો અથવા તેને સ્ટોર પણ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.