જૂની સાડીઓ ન ફેંકીને તે સાડીમાંથી તમે આ ડિઝાઇનર લહેંગા તૈયાર કરી શકો છો. જે પહેરીને તમે એક નવો આઉટફીટ બનાવી શકો છો. ચાલો જાણીએ કે આ જૂની સાડીઓથી કયા લહેંગા બનાવી શકાય છે.
જો તમારી પાસે સાદી, સુંદર વાદળી સાડી છે તો તેનો ઉપયોગ કરીને તમે સરળ અને મનમોહક લહેંગા બનાવી શકો છો. આ સાથે એક સ્ટાઇલિશ બ્લાઉઝ પેર અપ કરો શકો છો.
તમારી જૂની બનારસી સાડીનો કલાત્મક ઉપયોગ કરી તમે એક ભવ્ય અને શાહી લહેંગા બનાવી શકો છો. આ લહેંગા તમે કોઈ ખાસ પ્રસંગે પહેરી શકો છો.
ફ્લોરલ ડિઝાઇન હંમેશા ફેશનમાં રહે છે, અને જૂની ફ્લોરલ સાડીથી બનેલા લહેંગાથી યુનિક લુક આપી શકો છો
રફલ સ્ટાઇલ બાકી સ્ટાઇલમાં કંઈક સ્પેશિયલ છે. તમારી જૂની કોટન સાડી અથવા કોઈપણ નરમ ફેબ્રિકથી આ રફલ લહેંગા તૈયાર કરી શકાય છે.
વાયબ્રન્ટ લહેંગા દરેક છોકરીને ગમતાં હોય છે. આ તમે તમારી જૂની ફેવરિટ સાડીથી બનાવી શકો છો. લહેંગા તમે જ્યાં જશો ત્યાં તમારા આકર્ષક લુક માટે બધા તમારા વખાણ કરશે.
જો તમારી પાસે ઓર્ગેન્ઝા સાડી છે, તો તેનો અનોખો ઉપયોગ કરો અને સુંદર ઓર્ગેન્ઝા લહેંગા બનાવો. આ તમને એક સુંદર અને આકર્ષક દેખાવ આપશે.
રફલ નેટ સાડીની મદદથી એક અદ્ભુત રફલ નેટ લહેંગા બનાવી શકો છો. આ લહેંગા તમારા લુકમાં નવી સ્ટાઈલ, નવો અંદાજ અને નવી ચમક આપશે.