ચણાના લોટમાં આ 7 વસ્તુઓ મિક્સ કરો, ચહેરો ચમકવા લાગશે


By Smith Taral16, Aug 2024 02:48 PMgujaratijagran.com

ચણાનો લોટ ત્વચાના સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકરક માનવામાં આવે છે. આ ઓઈલી, શુષ્ક, અને સામાન્ય તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે. ચાલો જાણીએ, કઈ રીતે ચણાના લોટમાં કેટલીક વિશિષ્ટ સામગ્રી ઉમેરીને તમે ચહેરાની કાયા પલટ કરી શકો છો.

ચણાનો લોટ અને દહીં

દહીંમાં રહેલું કુદરતી એસિડ્સ ત્વચાને સફેદ અને નરમ બનાવવામાં મદદ કરે છે. આ માટે 2 ચમચી ચણાના લોટમાં સમાન માત્રામાં દહીં ઉમેરો પેસ્ટ બનાવી 20 મિનિટ લગાવી પાણીથી ધોઈ લો.

ચણાનો લોટ અને ગુલાબજળ

ગુલાબજળ ત્વચાને ઠંડક અને તાજગી આપે છે. ચણાના લોટમાં 2 ચમચી ગુલાબજળ ઉમેરો ચેહરા પર 20 મિનિટ સુધી લગાવી રાખવાથી ત્વચા ચમકદાર બને છે.

ચણાનો લોટ અને ગ્રીન ટી

લીલી ચામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે 2 ચમચી ચણાના લોટમાં ગ્રીન ટી પાવડર મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ સુધી ચહેરા પર રાખીને ધોઈ લો.

ચણાનો લોટ અને નારંગીનો રસ

નારંગીમાં રહેલું વિટામિન C ત્વચાને નવી તાજગી આપે છે અને પિગ્મેન્ટેશન દૂર કરવામાં મદદ કરે છે. આ માટે ચણાનો લોટ અને નારંગીનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો.

ચણાનો લોટ અને બટાકાનો રસ

બટાકાના રસમાં રહેલા વિટામિન C ત્વચાના ડાઘને દૂર કરે છે. આ માગે બંને સામગ્રીને મિક્સ કરી ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

ચણાનો લોટ અને દૂધ

ચણાનો લોટ, હળદર અને દૂધનું મિક્સ કરીને બનાવીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખી પાણીથી ધોઈ લો. આનાથી તમારી ત્વચા નરમ, ચમકદાર અને સ્વસ્થ બને છે.

ચણાનો લોટ અને મુલતાની માટી

મુલતાની માટી ચહેરાને સ્વચ્છ અને તાજગીભરું રાખે છે. તૈલી ત્વચા માટે, ચણાના લોટ અને મુલતાની માટીનું પેક બેસ્ટ છે. આ બંનેને ગુલાબજળમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો.

આ રક્ષાબંધન પર ભાઈ બહેનને આ હેલ્ધી અને ઉપયોગી વસ્તુઓ ગિફ્ટ કરો