Dal Paratha Recipe: બચેલી ચણા દાળમાંથી પરાઠા બનાવવાની રીત


By Vanraj Dabhi26, Jul 2024 07:20 PMgujaratijagran.com

ચણા દાળના પરાઠા

તમે પરાઠા તો ઘણી પ્રકારના ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય ચણાની દાળમાંથી પરાઠા બનાવ્યા છે. નોંધી લો પરફેક્ટ રેસીપી.

સામગ્રી

ઘઉંનો લોટ, તેલ, મીઠું,ચણાની દાળ,જીરું, હળદર, હીંગ, લાલ મરચું પાવડર, તેલ, મીઠું, ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચણાની દાળને પાણીમાં 1-2 કલાક પલાળી પછી દાળને પાણીમાંથી કાઢીને કૂકરમાં 4 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-2

ઠંડી થયા પછી દાળને મિક્સર જારમાં નાખીને પીસી લો અને એક બાઉલમાં ઘઉંનો લોટ અને પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, હીંગ, પીસેલી દાળ નાખીને પછી મીઠું,મરચું અને હળદર નાખીને દાળને પકાવી લો.

સ્ટેપ-4

હવે લોટનો એક લૂઓ બનાવી વણી તેમાં તેમાં દાળનું સ્ટફિંગ ભરો અને તેને પરાઠાની બનાવો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરીને પરાઠાને ઘી લગાવીને શેકી લો.

સર્વ કરો

તૈયાર છે દાળ પરાઠા તૈયાર છે,હવે તમે દહીં,રાયતા અને ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેક કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Manchow Soup: સ્ટ્રીટ સ્ટાઇલ મનચાઉ સૂપ ઘરે કેવી રીતે બનાવવો, નોંધી લો રેસીપી