ભોજન સાથે મસાલેદાર રાયતું સ્વાદ ટેસ્ટફૂલ બનાવે છે. લોકો મોટાભાગે બૂંદીનું રાયતું બનાવતા હોય છે, પરંતુ આજે અમે તમને દૂધીનું રાયતું બનાવતા શીખવીશું.
દધી, દહીં, લીલા મરચા, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, જીરું, હિંગ, કોથમરી, પાણી.
સૌ પ્રથમ દધીને ધોઈ તેની છાલ ઉતારી તેના નાના-નાના ટુકડા કરીને એક બાઉલમાં છીણી લો.
હવે એક પેનમાં થોડું પાણી,દૂધીનું છીણ નાખીને ધીમી આંચ પર ઉકળો અને પછી તેમાં થોડું મીઠું નાખીને પકાવો.
હવે એક પ્લેટમાં લીલા મરચા, મીઠું ઉમેરીને ચટણી બનાવો પછી બાફેલી દૂધીનું છીણને ક્રશ કરીને ચટણીમાં મિક્સ કરો.
હવે એક મોટા વાસણમાં દહીં દૂધીનું મિશ્રણ અને જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું જીરું, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું વઘાર કરીને તેને રાયતામાં ઉમેરીને મિક્સ કરી લો.
હવે થોડી કોથમરી ગાર્નિશ કરીને રાયતું ભોજન સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.