Lauki Chilla Recipe: સવારના નાસ્તામાં ઘરે ટ્રાય કરો દૂધીના ટેસ્ટી પુડલા


By Vanraj Dabhi06, Aug 2024 04:11 PMgujaratijagran.com

દૂધીના પુડલા

તમે ચણાના લોટના પુડલા, મગની દાળના પુડલા અને રવાના પુડલા તો ખાધા જ હશે, પણ શું તમે ક્યારેય દૂધીના પુડલા ટ્રાય કર્યા છે? જો નહીં, તો ચાલો જાણીએ તેની રેસીપી.

સામગ્રી

દૂધી, રવો, ચણાનો લોટ, લીલા મરચા, ચાટ મસાલો, મીઠું, કોથમરી, અજમો, લાલ મરચું પાઉડર, પાણી, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારીને તેને છીણીને એક બાઉલમાં રાખો.

સ્ટેપ-2

હવે તેમાં ચણાનો લોટ, રવો, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, લીલું મરચું વગેરે ઉમેરીને બેટર તૈયાર કરો.

સ્ટેપ-3

પુડલા બનાવવા માટે હવે એક પેન ગરમ કરો અને તેને તેલથી ગ્રીસ કરો.

સ્ટેપ-4

હવે એક ચમચા વડે પુડલાના બેટરને રેડીને ફેલાવો અને પુડલાને સોનેરી થાય ત્યાં સુધી તેને ફેરવીને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે દૂધીના પુડલા તમે તેને તીખી અને મીઠી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Pav Bhaji Paratha Recipe: પરફેક્ટ પાવ ભાજી પરાઠા બનાવવાની રીત