રાજકોટ : કુવાડવાના પ્રખ્યાત રજવાડી પેંડા ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi04, Feb 2024 04:44 PMgujaratijagran.com

પેંડા રેસીપી

પેંડાના ઉત્પાદન માટે પ્રખ્યાત એવા રાજકોટના દૂધના પેંડા ઉપરાંત માવાના પેંડા,થાબડી પેંડા,કણીદાર પેંડા,રજવાડી પેંડા,કેસર પેંડા,ચોકલેટ પેંડા વખણાય છે.

રજવાડી પેંડા

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલું કુવાડવા ગામના રજવાડી પેંડા વાળાના કણીદાર પેંડા અને માવાના પેંડાના ઉત્પાદન માટે જાણીતા છે.

સામગ્રી

દૂધ,ખાંડ,ફટકડીનો પાવડર,બદામ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો.

સ્ટેપ- 2

હવે થોડીવાર ગરમ કર્યા પછી તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 3

દૂધમાં ઉફાણો આવે એટલે તેમાં એખ ચપટી ફટકડીનો પાવડર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે દૂધને બરાબર ઉકાળીને કણી પડવા લાગે ત્યાં સુધી ફૂલ ગેસ પર પકાવો.

સ્ટેપ-5

દૂધમાંથી સંપૂર્ણ પાણી બળી જાય પછી કડાઈ ગેસ પરથી નીચે ઉતારી લો અને મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે હાથ વડે પેંડા જેવા આકારમાં વાળી લો.

સર્વ કરો

તૈયાર છે કુવાડવાના પ્રખ્યાત પેંડા, હવે એક પ્લેટમાં પેંડા મૂકીને તેના પર બદામ ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ અદ્ભુત પુડલાની રેસીપી જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે, એકવાર જરૂર ટ્રાય કરો