ભજીયા તો તમે ઘણી પ્રકારના ખાધા હશે પરંતુ તમે ક્યારેય કોબીજના ભજીયા નહીં ટ્રાય કર્યા હોય, નોંધી લો રેસીપી.
કોબીજ, પાણી, મીઠું, તેલ, રાઈ, જીરું, ડુંગળી, કોથમરી,લીલા મરચા, બટેટા, ધાણાજીરું, લાલ મરચુ પાઉડર,હળદર, ચણાનો લોટ, ચોખાનો લોટ.
સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી તેમાં એક ચમચી મીઠું નાખી ઉકાળીને તેમાં કોબીજના પાન હળવા બાફી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, કોબી, લીલા મરચા, ડુંગળી, બાફેલા બટેટા, કોથમરી નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ,હળદર, લાલ મરચું પાઉડર, અજમો, પાણી ઉમેરીને બેટર બનાવી લો.
હવે કોબીજના બાફેલા પાનમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી પાનને પકોડાની જેમ વાળી બેટરમાં ડિપ કરીને તેલમાં તળી લો.
તૈયાર છે કોબીજના ભજીયા, તમે ચટણી કે ટોમેટા કેચપ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.