શિયાળામાં લોકો ગરમાગરમ ચા પીવાનું પસંદ કરતા હોય છે તેથી ચા પીવા માટે લોકો ટી સ્ટોલ પર જતા હોય છે, પરંતુ જો તમે ટી સ્ટોલ જેવી ચા તમે ઘરે બનાવવા માંગતા હોવ તો આજે અમે રાજકોટની પ્રખ્યાત ટી ખેતાલા આપાની ચા બનાવવાની રીત અમે જણાવવા જઈ રહ્યા છીએ.
રાજકોટમાં લોકો ચા પીવાના ભારે શોખીન હોય છે અને બહાર ટી સ્ટોલ પર ચા પીવા માટે ભીડ લગાવતા હોય છે, ત્યારે રાજકોટનું લોક પ્રિય ટી સ્ટોલમાં મોખરેનું સ્થાન ધરાવતું એક માત્ર ખેતલા આપા ટી સ્ટોલ છે જ્યાં લોકોની ભીડ ક્યારેય ઓછી થતી જ નથી, હવે તો રાજ્યભરમાં તેની અનેક પેટા બ્રાન્ચ પણ ઓપન થઈ ગઈ છે.
દૂધ, પાણી, ચા પત્તી, ખાંડ, આદુ, એલચી પાવડર વગેરે.
સૌ પ્રથમ એક તપલીમાં દૂધ ગરમ કરો.
હવે તેમાં એલચી અને આદૂ નાખીને સારી રીતે મિક્સ કરીને થોળી વાર ઉકાળો.
હવે તેમાં ગરમ કરેલ દૂધ ઉમેરીને 2-3 મિનિટ સુધી સારી રીતે ઉકાળો.
હવે એક મગ લો અને તેમાં ગરણી વડે ચા ગાળી લો.
આપણી ખેતલા આપાની ટી તૈયાર થઈ ગઈ છે, તમે તેની ચુસ્કી મારીને આનંદ માણો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.