શિયાળામાં ગરમાગરમ વસ્તુઓ ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. આ સિઝનમાં દરેક વ્યક્તિ ચા અને કોફીની સાથે ઘણી બધી મીઠાઈઓ ખાય છે. તેથી તમે ગરમાગરમ બદામનો હલવો બનાવી શકો છો. તેને બનાવવા માટે માત્ર થોડી સામગ્રીની જરૂર છે પરંતુ તે સ્વાદ અને પોષણથી ભરપૂર છે.
બદામ, દૂધ, ઘી, એલચી પાવડર, કેસર, ખાંડ.
સૌ પ્રથમ બદામને ધોઈને 4 કલાક પલાળ્યા બાદ બદામની છાલ કાઢી લો.
હવે ગ્રાઇન્ડરમાં બદામ, ખાંડ અને થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો.
તે ઘટ્ટ થવા લાગે એટલે તેમાં 1 ટેબલસ્પૂન ઘી અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.
થોડીવાર પકાવીને ગેસ બંધ કરી દો, જો તમે ઈચ્છો તો તેમાં ડ્રાયફ્રૂટ્સ, કાજુ અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરો.
બદામનો હલવો તૈયાર છે તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.