1 વાટકી ચોખા, 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી મગની દાળ, 1 વાટકી અડદની દાળ, જરૂર મુજબ પાણી, આદુ,મીઠું, 1 વાટકી દહીં, 1 પેકેટ ઈનો, 1 ચમચી મરચું પાવડર, તેલ, 2 લીલા મરચા વગેરે.
સૌ પ્રથમ દાળ અને ચોખાને એક બાઉલમાં નાખીને તેને બેથી ત્રણ વાર પાણીથી ધોઈને સાફ કરી લેશું.
પછી એક બાઉલમાં દાળ-ચોખા ઉમેરો અને દાળ-ચોખા ડુબે એટલું પાણી નાખીને પલાળી દો.
હવે એક મિક્ચરમાં પલાળેલા દાળ-ચોખામાં આ વસ્તુઓ નાખીને ખીરું બનાવી લો.
હવે ખીરામાં હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે એક ઢોકરીયામાં પાણી ગરમ કરવા મૂકો તેમાં બીજા એક વાસણમાં ખીરું લો અને તેમાં તેલ,ઈનો અને થોડું પાણી નાખીને સારી રીતે ફેટી લો.
ઢોકળાની થાળીમાં તેલ લગાવીને તેમાં ખીરું રેડીને તેના પર 1 ચમચી મરચું છાંટીને તેને ઢોકરીયામાં મૂકી ઢાંકણ બંધ કરીને 15 મિનિટ સ્ટીમ કરી લો.
આપણા ખાટિયા ઢોકળા તૈયાર છે, તમે તેને શિંગ તેલ અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.