મેથીના પરોઠા બનાવવાની રીત


By Vanraj Dabhi09, Mar 2024 06:02 PMgujaratijagran.com

મેથીના પરોઠા

મેથીના પરાઠા દરેક લાકોને પસંદ હોય છે પરંતુ પરફેક્ટ રીતે ઘરે બનાવવા મુશ્કેલ બની જાય છે, આજે આપણે તેની સરળ રીત જાણીશું.

સામગ્રી

મેથી,ઘી,જીરું,ઘઉંનો લોટ,ચણાનો લોટ,અજમો,આદુ અને લીલા મરચાની પેસ્ટ,હળદર,લાલ મરચુ પાવડર,ધાણાજીરૂ,દૂધની ક્રીમ,સ્વાદ પ્રમાણે મીઠું,કેપ્સીકમ,ગાજર,ડુંગળી,બાફેલી સ્વીટ કોર્ન,પિઝા સીઝનીંગ,રેડ ચીલી ફ્લેક્સ,મોઝેરેલા ચીઝ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ મેથીના પાન તોડીને પાણી વડે ધોઈને સાફ કરી લો.

સ્ટેપ- 2

હવે એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ ચાળી તેમાં જીરું,લીલા મરચાં-આદુંની પેસ્ટ,લાલ મરચું પાઉડર,દહીં,તેલ,મેથીના પાન અને મીઠું નાખો.

સ્ટેપ- 3

હવે બરાબર મિક્ષ કરીને તેમાં થોડું પાણી ઉમેરીને લોટ બાધી લો.લોટને ઢાંકીને 15 મિનિટ માટે સેટ થવા દો.

સ્ટેપ- 4

હવે ફરીથી લોટ પર તેલ લગાવીને કૂણી લો અને તેમાંથી નાના નાના લૂઆ બનાવો.

સ્ટેપ- 5

હવે લૂઆ પર સૂકો ઘઉંનો લોટ લગાવીને પાટલા પર વેલણની મદદથી ત્રિકોણ આકારમાં વણી લો.

સ્ટેપ- 6

હવે એક તવાને ગરમ કરી તેના પર ચમચી તેલ નાખીને પરાઠાને બન્ને બાજુ શેકી લો.

વાંચતા રહો

તૈયાર છે મેથીના પરાઠા, તમે સર્વ કરી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ દલીયા ખીચડી બનાવવાની રીત