હોમ મેઈડ દલીયા ખીચડી બનાવવાની રીત


By Vanraj Dabhi09, Mar 2024 05:18 PMgujaratijagran.com

દલીયા ખીચડી રેસીપી

ઘઉંના ફાડાની ખીચડીને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે.આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે.

સામગ્રી

ઘઉંના ફાડા,મગની દાળ,ટામેટા,લીલા મરચા,આદુ,બટેકુ,કોબીજ,સિંગદાણા,વટાણા,સૂકું લાલ મરચું,તમાલપત્ર,તજ-લવિંગ,મીઠા લીમડાના પાન,રાઈ-જીરું,ધી-તેલ,મીઠું,કોથમરી,હળદર,લાલ મરચું પાવડર,ધાણાજીરૂ.

સ્ટેપ- 1

સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંના ફાડા અને મગની દાળને બે થી ત્રણ વખત પાણીથી ધોઈને પછી તેને પલાળી દો.

સ્ટેપ- 2

સામગ્રીમાં જણાવેલ બધા શાકભાજી સમારીને તૈયાર કરી લો.

સ્ટેપ- 3

હવે એક કૂકરમાં ઘી કે તેલ ગરમ કરીને તેમાં રાઈ-જીરું,તજ,લવિંગ,સૂકું લાલ મરચું,તમાલપત્ર,મીઠા લીમડાના પાન ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 4

હવે તેમાં સીંગદાણા અને સમારેલા બધા શાકભાજી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું ઉમેરીને મિક્સ કરી પછી તેમાં પલાળેલા ઘઉંના ફાળા અને મગની દાળ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 6

હવે તેમાં તેમાં થોડું પાણી ઉમેરીને કૂકરની 2 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો,તૈયાર છે આપણી દલીયા ખીચડી તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદનું સૌથી લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ