આપણે બધાએ મેથી,બટેટા,ડુંગળી,મરચાના ભજીયા તો ખાધા જ હશે પરંતુ શું તમે ક્યારેય ખજૂર અન અજમાના ભજીયા ટ્રાય કર્યા છે, જાણી લો રેસિપી.
ખજૂર,અજમાના પાન,ચણાનો અને ચોખાનો લોટ,પાણી,તેલ,આદુ-મરચાની પેસ્ટ,ધાણાજીરું,હીંગ,અજમો,મીઠું,હળદર.
સૌ પ્રથમ અજમાના પાન તોડી ધોઈને સાફ કરી લો અને ખજૂરમાંથી ઠળિયા કાઢી લો.
હવે એક બાઉલમાં ચણા અને ચોખાનો લોટ,આદુ-મરચાની પેસ્ટ,ધાણાજીરું,હીંગ અજમો,હળદર અને પાણી ઉમેરો.
હવે તેમાં બેકિંગ સોડા ઉમેરીને મિકસ કરો અને થોડુ-થોડુ પાણી પાણી નાખીને સ્મૂધ બેટર બનાવી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બેટરમાં અજમાના પાનને કોટ કરીને તેલમાં તળી લો.
તૈયાર કરેલા બેટરમાં ખજૂરના ઠળિયા કાઢીને બેટરમાં કોટ કરીને તળી લો.
તૈયાર છે ખજૂર અજમાના ભજીયા, તમે તેને ગરમાં ગરમ સર્વ કરી શકો છો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.