સાંજના નાસ્તા તરીકે બાળકો અને પુખ્ત વયના લોકો બંને દ્વારા ફ્રેન્ચ ફ્રાઈસ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ચાલો આજે આપણે જાણીએ કે બજારની જેમ ઘરે જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત વિશે.
બટેટા,મીઠું સ્વાદ મુજબ,તેલ જરૂરિયાત મુજબ,ચાટ મસાલો,લાલ મરચું પાવડર,મકાઈનો લોટ.
સૌ પ્રથમ બટાકાની છાલ ઉતારીને ફ્રેન્ચ ફ્રાઈસના આકારમાં લંબાઈની દિશામાં કાપી લો.
હવે તેને પાણીમાં નાખીને ધોઈને પાણીમાં રહેવા દો.
હવે એક બાઉલમાં પાણી ગરમ કરી તેમાં થોડું મીઠું નાખીને પછી બટાકાની ચીપ્સ ઉમેરીને 5 મિનિટ સુધી ઉકાળો.
હવે બટાકાની ચીપ્સને કોટનના કપડામાં કાઢીને સૂકવી લો. પછી એક બાઉલમાં મકાઈનો લોટ અને પાણી ઉમેરી પાતળી પેસ્ટ બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બટાકાની ટીપ્સને મકાઈના લોટથી કોટિંગ કરીને તેલમાં તળી લો.
હવે તેને ટીશ્યુ પેપર પર કાઢીને ફ્રેન્ચ ફ્રાઈસમાં ચાટ મસાલો અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો. પછી તેને ટોમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.
તમે ઘરે રેસ્ટોરાં જેવી ફ્રેન્ચ ફ્રાઈસ પણ બનાવી શકો છો,આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.