ચાર ચમચી દહીમાં બે ચમચી મલાઇ અને એક ઈંડાને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને વાળમાં અડધો કલાક સુધી લગાવી રાખો. આનાથી વાળને કેરોટીન પ્રોટીન મળી શકે છે.
2 ચમચી મેથી દાણાના પાવડરમાં બે ચમચી ફ્લેક્સ સિડ્સ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં એક ચમચી મધ અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ હેર માસ્ક વાળને નેચરલી સ્ટ્રેટ બનાવવામાં મદદ કરે છે.
દહીંમાં બ્લૂબેરી અને એક ચમચી ઓલીવ ઓઇલ એડ કરીને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને વાળના મૂળમાં અને લટો પર પણ લગાવો. 30 મિનિટ પછી વાળને ધોઇને કન્ડિશનર કરો.
ઉકાળેલા ચોખામાં દહીં, ઓલીવ ઓઇલ, વિટામિન ઇ ઓઇલ અને તાજા એલોવેરા જેલ મિક્સ કરીને સારી રીતે બ્લેન્ડ કરો. આ પેસ્ટને સ્કેલ્પ અને વાળ પર લગાવો. 2-થી 25 મિનિટ પછી નોર્મલ હેર વોશ કરો.
દહીંની ચાર ચમચીમાં 2 ચમચી હિબિસ્કસ પાવડર, બે ચમચી મધ, એલોવેરા જેલ અને ચાર ચમચી કોકોનટ મિલ્ક મિક્સ કરીને પેસ્ટ બનાવો. 40-45 મિનિટ સુધી આ પેસ્ટ વાળ પર લગાવવાથી વાળને સ્ટ્રેટ બનાવી શકો છો.
સૌથી પહેલાં વાળને સ્ટિમિંગ કરો, ત્યાર બાદ ઈંડામાં કેળા અને બે ચમચી મધ મિક્સ કરો અને મૂળની સાથે વાળમાં પણ લગાવો. આ હેર માસ્કને 30-45 મિનિટ સુધી વાળમાં લગાવીને રાખો.