શિયાળામાં દરેક લોકો અવનવી વાનગી ટેસ્ટ કરતા હોય છે શું તમારે દેશી અને હેલ્ધી રેસીપી ટ્રાય કરવી હોય તો તમે વઘારેલો રોટલો રેસીપી અજમાવી શકો છો.
બાજરાનો રોટલો,તેલ,રાઈ-જીરું,મીઠા લીમડાના પાન,ડુંગળી,લીલા મરચાની કટકી,આદુ-મરચાની પેસ્ટ,ટમેટા,હળદર-મીઠું-મરચું,પાણી,છાસ,કોથમરી,ધાણા-જીરું,ગરમ મસાલા પાવડર,ઘી.
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરાનો લોટ,મીઠું અને પાણી ઉમેરીને બાજરોનો લોટ બાધી રોટલા બનાવીને તાવડી પર શેકી લો.
હવે એક તપેલામાં તેલ ગરમ કરી રાઈ-જીરું,આદુ-લસણની પેસ્ટ,ડુંગળી-ટમેટા વગેરે ઉમેરીને વઘાર તૈયાર કરી લો.
હવે તેમાં હળદર-મીઠું-મરચું અને થોડું પાણી ઉમેરીને થોડીવાર પકાવી લો.
હવે તેમાં બાજરાના રોટલાને તેમાં નાખીને તાવીથા વડે ટુકડા કરીને ક્રશ કરીને તેમાં છાસ,ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરીને પકાવો.
હવે તેમાં થોડું પાણી નાખીને પકાવીને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.