આ એક કાઠીયાવાડી સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી છે અને તેને બનાવવી પણ એકદમ સરળ છે, આ રીતે તમે ઘરે બનાવી શકો છો.
ચોખા, ચણાની દાળ, મગદાળ, તુવેરદાળ, બટેટા, ગાજર, લીલા વટાણા, હળદર, ઘી, તેલ, રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચા, ડુંગળી, ટામેટા, લસણ, આદુ, મરચું પાવડર, લીલું મરચું, મીઠા લીમડાના પાન, ગરમ મસાલો, ધાણાજીરું.
સૌ પ્રથમ દાળ ચોખાને એક બાઉલમાં ધોઈ સાફ કરીને પાણીમાં થોડીવાર પલાળી દો.
હવે એક કૂકરમાં પાણી ગરમ કરીને તેમા હળદર,મીઠું,સમારેલા શાકભાજી અને દાળ-ચોખા ઉમેરી 2-3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાઈ,જીરું,તમાલપત્ર વગેરે મસાલા અને ડુંગળી ઉમેરીને વઘાર કરી લો.
હવે પ્રેશર કૂકરમાંથી હવા નિકળી જાય પછી ઢાંકણ ખોલીને ચમચાની મદદથી હલાવીને મિક્સ કરો.
હવે વઘાર કરેલ પેનમાં આ ખીચડી ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે તેના પર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.