ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે તે તાજા શાકભાજી અને મુઠીયાથી બને છે. કાઠીયાવાડમાં તેહવારો દરમિયાન આ રેસીપી ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગમાં આ વાનગી તો ખાસ શિયાળામાં બને છે અને ઠંડીમાં તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયુંએ મજા જ અલગ છે. આવો જાણીએ સરળ રેસીપી.
1 2 કપ વટાણા,1 2 કપ લીલા ચણા,200 ગ્રામ સુરતી પાપડી, 50 ગ્રામ રીંગણ, 100 ગ્રામ જાંબલી રતાળુ, 100 ગ્રામ બટાકા, 100 ગ્રામ શક્કરીયા, 1 કાચું કેળું, 4 ટામેટાંની પ્યુરી, 3 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ, 3 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 2-3 ચમચી જીરું ધાણા પાવડર, 2 ચમચી ગરમ મસાલો, 1 4 કપ આમલીનો પલ્પ, 2-3 ચમચી ગોળ, સ્વાદ માટે મીઠું, લીલું લસણ તમારી ઈચ્છા મુજબ, કોથમરી, 2 ખાડીના પાન, સૂકું લાલ મરચું, 2 ચમચી જીરું વગેરે.
1 2 કપ વટાણા, 1 2 કપ લીલા ચણા, 200 ગ્રામ સુરતી પાપડી, 50 ગ્રામ રીંગણ, 100 ગ્રામ જાંબલી રતાળુ, 100 ગ્રામ બટાકા, 100 ગ્રામ શક્કરીયા, 1 કાચું કેળું, 4 ટામેટાંની પ્યુરી, 3 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ, 3 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 2-3 ચમચી જીરું ધાણા પાવડર, 2 ચમચી ગરમ મસાલો, 1 4 કપ આમલીનો પલ્પ, 2-3 ચમચી ગોળ, સ્વાદ માટે મીઠું, લીલું લસણ તમારી ઈચ્છા મુજબ, કોથમરી, 2 ખાડીના પાન, સૂકું લાલ મરચું, 2 ચમચી જીરું વગેરે.
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં લાલ મરચું,હળદર પાઉડર,ધાણાજીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું એન્ડ ખાંડ નાખો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને મુઠીયાને તળી લો.
એક કૂકરમાં તેલ તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ પાઉડર, આખા લાલ મરચા નાખી સાંતળી લો.
બધા જ લીલાં શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરીને 2 મિનિટ સુધી તળી લો.
એક કૂકરમાં વઘાર કરીને તમામ સામગ્રી નાખી કૂકર બંધ કરી 2 સીટી વાગે ત્યા સધી પકાવો.
બરાબર પાકી જાય પછી તેમાં કોથમરી, ખમણ ગાર્નિશ કરો, ઉતરાયણ સ્પેશ્યલ ઊંધિયું તૈયાર છે તમે પુરી સલાડ અને પાપડ સાથે સર્વ કરો.
ઉતરાયણ પર તમે પણ આ રેસીપી અજમાવી જુઓ, રેસીપી ગમે તો લાઈખ શેક કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.