કાઠિયાવાડી કઢી ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi02, Jan 2024 01:42 PMgujaratijagran.com

કાઠિયાવાડી કઢી રેસીપી

કાઠીયાવાડમાં સાંજે વાળુ ટાણે એટલે કે ડિનમાં ખાટીમીઠી કઢી, બાજરીના રોટલા, ખીચડી ,પાપડ અથાણાં વગેરે ભોજન પીસરવામાં આવે છે, તમારે કાઠિયાવાડી સ્ટાઇલમાં ઘરે કઢી બનાવવી હોય તો નોંધી લો આ સરળ રીત.

સામગ્રી

2 વાટકી ખાટું દહીં,2 ચમચી ચણાનો લોટ,2 ગ્લાસ પાણી,1 વાટકી ગોળ,1 ચમચી મરચાની પેસ્ટ,1 ચમચી આદુની પેસ્ટ,1/2 ચમચી હળદર,1/4 ચમચી હિંગ,10 દાણા મેથી,1/2 ચમચી રાઈ અને જીરું,10 પાન મીઠો લીમડો,1 ચમચી સમારેલી કોથમીર,મીઠું સ્વાદ અનુસાર.

સ્ટેપ- 1

એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ લઈ તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 2

એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના દાણા, રાઈ, જીરુંને સાંતળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં હિંગ, આદું,મરચાં, લીમડાના પાન નાખીને સાંતળીને હળદર નાખીને કઢીનો વઘાર કરી લો.

સ્ટેપ- 4

હવે પછી તેમાં ગોળ નાખીને બરાબર ઉકળવા દો.

સર્વ કરો

હવે નીચે ઉતારી લો અને ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક- શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વઘારેલી ખીચડી ઘરે બનાવવાની રીત