વઘારેલી ખીચડી ગુજરાતનાં લોકોનું એક લોકપ્રિય અને મનપસંદ ભોજન છે અને વધારે ગુજરાતી ખીચડીનાં નામથી ઓળખાય છે. જો તમે રોજનું સાદું જમવાનું ખાઈને કંટાળી ગયા હો અને કંઈક નવું ખાવા માંગતા હો તો આ રેસીપી અજમાવી શકો છો.
2/3 કપ ચોખા, 1/3 કપ મગની દાળ કે તુવેર દાળ, 1/2 કપ પાણી, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 4-5 લસણની કળી સમારેલી, 1/4 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 4-5 મીઠા લીમડાનાં પાન, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ધાણા-જીરું પાઉડર, 1 ચમચો તેલ.
એક બાઉલમાં ચોખા અને મગની દાળ લો અને તેને પાણીથી ધોઈ લો અને એક પ્રેશર કૂકરમાં પાણી, હળદર અને મીઠું નાખોં.
હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દો અને તેને 4 સીટી થાય ત્યાં સુધી પકાવો.
હવે ગેસને બંધ કરી દો અને કૂકરમાંથી વરાળ નીકળી જાય પછી ઢાંકણને ખોલો અને રંધાયેલી ખીચડીને એક ચમચાથી હલાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ,જીરું સહિતના અન્ય મસાલા નાખીને વઘાર તૈયાર કરો.
ત્યારબાદ પકાવેલી ખીચડીની ઉપર આ વઘાર નાખીને તેને ચમચાથી બરાબર મિક્સ કરો.
તમારી વઘારેલી ખીચડી પીરસવા માટે તૈયાર છે. તેને દહીં અને પાપડની સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.