ચોમાસામાં વનવગડે ઉગતા કંકોડાનું શાક તો દરેક લોકોએ ખાધું હશે, આજે આપણે કાઠીયાવાડી સ્ટાઈલ ભરેલા કંટોલાનું શાકની રીત જણાવીશું.
કંટોલા, મગફળીનો ભુકો, ગાઠીયા અથવા બેસન, તલ, મીઠું, લીંબુ, તેલ, હિંગ, ગોળ, કોથમરી, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, આદુ-લસણ-મરચાની પેસ્ટ.
સૌ પ્રથમ કંકોડાને ધોઈ કારેલાની જેમ કંકોડામાંથી બીજ કાઢી લો.
હવે એક બાઉલમાં આદુ-લસણની પેસ્ટ, મગફળીનો ભુકો, તલ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, કોથમરી, લીંબુ અને તેલ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તૈયાર કરેલા મસાલો કંકોડામાં ભરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી કંકોડા, કસુરી મેથી, મસાલા અને થોડું પાણી નાખીને 15 મિનીટ પકાવી લો.
તૈયાર છે ભરેલા કંકોડાનું શાક તમે ચોમાસા દરમિયાન આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.