ઉપવાસમાં દરેક લોકો ગાજર કે દૂધીમાંથી હલવો બનતો હોય છે. પરંતુ આજે અમે તમને કાચા પપૈયામાંથી સ્વાદિષ્ટ હલવો બનાવવાની રીત જણાવીશું.
કાચા પપૈયા, ઘી , દૂધ, ખાંડ અથવા ગોળ, એલચી પાવડર, કાજુ, બદામ, કિસમિસ, કેસર, ગરમ દૂધ.
સૌ પ્રથમ કાચા પપૈયાને ધોઈને તેને છોલીને બીજ કાઢીને એકદમ પાતળું છીણી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી અને છીણેલું પપૈયા ઉમેરીને મધ્યમ તાપે સાંતળી લો.
હવે તેમાં દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને પકાવો.
હવે તેમાં ખાંડ અથવા ગોળ ઉમેરીને ધીમા તાપે હલાવતા રહો, મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. કલર માટે ફુડ કલરનો ઉપયોગ કરી શકો.
હવે ઈલાયચી પાવડર, કેસરનું દૂધ અને સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગાર્નિશ કરો.
તૈયાર છે પપૈયાનો હલવો, તમે ઉપવાસમાં ગરમા ગરમ સર્વ કરી શકો છો.