Dhokli Nu Shaak Recipe: કાઠીયાવાડી રજવાડી ઢોકળીનું શાક રેસીપી


By Vanraj Dabhi18, Aug 2024 10:31 AMgujaratijagran.com

ઢોકળીનું શાક

દરેક લોકોએ ઢોકળીનું શાક તો ખાધું જ હશે પરંતુ તમે રજવાડી ઢોકળી જેવો ટેસ્ટ નહીં મળ્યો હોય, નોંધી લો આ રેસીપી.

સામગ્રી

ચણાનો લોટ, ડુંગળી, લીલા મરચા, ટમેટા, લીંબુ, લસણ, આદુ, પાણી, તેલ, મીઠો લીમડો, રાઈ-જીરું, હળદર, મીઠું, લાલ મરચું પાઉડર,

સ્ટેપ-1

સૌ પ્રથમ ડુંગળી, લીલા મરચા, ટમેટાને સમારી લો અને આદુ-લસણની પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક તપેલામાં તેલ ગરમ કરી રાઈ-જીરું, હળદર, મીઠું, મીઠો લીમડો, પાણી વગેરે ઉમેરીને વઘાર કરો.

સ્ટેપ-3

હવે તેમાં અજમો અને ચણાનો લોટ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક થાળીમાં તેલ લગાવીને ઢોકળીનું તૈયાર કરેલ મિશ્રણ કાઢીને ફેલાવીને છરી વડે ટુકડા કરી લો.

સ્ટેપ-5

હવે ફરીથી તપેલામાં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર,કોકમ, એલચી, આખા લાલ મરચા, સમારેલ ડુંગળી,ટમેટા,હળદર,મીઠું, મરચું પાઉડર, આદુ લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ઢોકળીના ટુકડા અને થોડું પાણી નાખીને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે કાઠિયાવાડી રજવાડી ઢોકળીનું શાક તમે રોટલી કે રોટલા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરતી જાગરણ વાંચતા રહો.

દૂધીનું સ્વાદિષ્ટ રાયતું બનાવવાની યુનિક રેસીપી નોંધી લો