ચટપટી વાનગી ખાવાના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડમાં પણ એ બધેજ મળી જાતી દાબેલી તમે તમારા ઘરે બબનાવી શકો છો.
4 બાફેલા બટાકા,5 ચમચા દાબેલી મસાલો,2 ચમચા તેલ, ચપટી હિંગ,1/2 ટી સ્પૂન મરચું, મીઠું સ્વાદ મુજબ, 1/2 ચમચી હળદર,6-7 પાઉં,ખજૂર આંબલીની ચટણી,તીખી ચટણી જરૂર મુજબ, લસણની ચટણી,ઝીણી સેવ, મસાલા શીંગ જરૂર મુજબ,ડુંગળી, કોથમીર,દાબેલી શેકવા માટે બટર કે તેલ.
એક લોયામાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ નાખી બાફેલ બટાકા એડ કરો.
હવે તેને મેસ કરી તેમાં થોડું મરચું મીઠું હળદર ઉમેરવી હવે દાબેલી મસાલો લઈ તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી તેમાં કોથમીર ગાર્નિશ કરો.
હવે પાઉંને વચ્ચે થી કટ કરી ખજૂર આંબલીની ચટણી,લાલ ચટણી અને લસણ ચટણી સ્પ્રેડ કરો.
હવે ઉપર બનાવેલ સ્ટફિંગ મૂકો અને ડુંગળી, સેવ, શીંગ રાખી પાઉંને બંધ કરી લોઢી પર થોડું શેકી લો.
તૈયાર છે દાબેલી હવે ચટણીની સાથે દાબેલી સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.