બટેટાની ચિપ્સ કે વેફર તમે ખાધી હશે પરંતુ તમે કારેલાની વેફર્સ ક્યારેય નહીં ટ્રાય કરી હોય, તમે સાંજની ચા સાથે સર્વ કરી શકો છો.
કારેલા,ચોખાનો લોટ, ચણાનો લોટ, મકાઈનો લોટ, ધાણાજીરું પાવડર, વરિયાળીનો ભુકો, કાચી કેરી, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, તેલ.
સૌ પ્રથમ કારેલાને સારી રીતે ધોઈ કારેલાની છાલ ઉતારીને કારેલાની પાતળી ગોળ આકારમાં ચિપ્સ કરી લો.
હવે એક બાઉલમાં કારેલાની ચિપ્સ,ચોખાનો લોટ,ચણાનો લોટ,મકાઈનો લોટ,ધાણાજીરું પાવડર,વરિયાળી, કાચી કેરી,લાલ મરચું પાવડર,હળદર,મીઠું અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં કારેલાની ચિપ્સ ઉમેરીને ક્રંચી થાય ત્યાં સુધી તળી લો.
હવે તેને એક પ્લેટમાં કાઢી પછી ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે કારેલાની વેફર તમે સાંજે નાસ્તામાં ચા કારેલાની ચિપ્સ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.