હાંડવો તો તમે ખાધો હશે પરંતુ તમે દૂધીનો હાંડવો ક્યારેય નહીં ટ્રાય કર્યો હોય, આજે અમે તમને હાંડવાની સ્પેશિયલ રેસીપી જણાવીશું.
દૂધીનું છીણ, ચોખા, ચણા-અડદ-તુવેર-મગની દાળ, દહીં, આદું-મરચાં-લસણની પેસ્ટ, રાઈ, તલ, હળદર, ખાંડ, મીઠું, ઈનો, તેલ, હીંગ, લીમડાના પાન, લાલ મરચું, સૂકું મરચું, કોથમરી.
સો પ્રથમ બધી દાળ-ચોખા મિક્સ કરી સારી રીતે ધોઈને 6/7 કલાક માટે પલાળીને ફરીથી ધોઈને મિક્સરમાં દહીં નાખી પીસી લો.
હવે આ મિશ્રણમાં 6 કલાક પછી આથો આવે એટલે તેમાં હળદર,નમક,ખાંડ,દૂધીનું છીણ,આદુ મરચાં લસણની પેસ્ટ નાખીને મિક્સ કરી લો.
ગેસ ઉપર હાંડવાની પ્લેટ તપવા મૂકી દો અને એક વઘરીયમાં તેલ ગરમ કરી રાઈ,હીંગને,તલ નાખીને વઘારીને હાંડવાના ખીરામાં રેડી દો.
હવે હાંડવા પોટને તેલ થી ગ્રીસ કરીને નીચે 2 ચમચી તેલ,ઇનો નાખીને હલાવીને હાંડવા પોટમાં ભરી લો.
હવે તેને ગરમ કરવા મુકેલી રેતી પર મૂકીને ઢાંકણ ઢાંકીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.
હવે વઘારિયામા તેલ ગરમ કરીને વઘારની બધી સામગ્રી નાખીને હાંડવામાં વઘાર કરી તાવિતાથી કાઢીને એક પ્લેટમાં કાઢી લો.
તૈયાર છે દૂધીનો હાંડવો તમે તેને ગરમ ગરમ ચા અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.