Dalwada Recipe: ગુજરાતી દાળવડાની યુનિક રેસીપી


By Vanraj Dabhi18, Aug 2024 11:38 AMgujaratijagran.com

દાળવડા રેસીપી

વરસાદી ઋતુંમાં દાળવડા ખાવા દરેક લોકોને ગમે છે, ચાલો જાણીએ પરફેક્ટ રેસીપી.

સામગ્રી

મગની દાળ, લીલા મરચા, આદુ, મીઠું, હીંગ, મરી, કોથમરી, તેલ, ડુંગળી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મગની ફોતરાવાળી દાળને ધોઈને 6 કલાક પાણીમાં પલાળી દો.

સ્ટેપ-2

હવે હાથથી મસળીને મગદાળના ફોતરી ઉતારીને પાણીમાંથી બહાર કાઢીને દાળને એક વાસણમાં રાખો.

સ્ટેપ-3

હવે એક મિક્સર જારમાં મગદાળ,લીલા મરચા,આદુના ટૂકડા ઉમેરી અધકચરી પીસી લો.

સ્ટેપ-4

હવે તેમા મીઠું,હીંગ,મરીનો ભૂકો,સમારેલી કોથમરી ઉમેરી મિક્સ કરીને આ મિશ્રણને સારી રીતે ફેટી લો.

સર્વ કરો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલ મિશ્રણમાંથી દાલવડાને તળીને સમારેલી ડુંગળી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ક્રિસ્પી તલની ચીકી બનાવવાની પરફેક્ટ રેસીપી