Kantola Nu Shaak: દહી વાળુ કંટોલાનું શાક બનાવવાની રીત


By Vanraj Dabhi29, Aug 2024 05:18 PMgujaratijagran.com

દહી વાળુ કંટોલાનું શાક

કંટોલાનું શાક માત્ર ચોમાસાની ઋતુમાં બનતું હોય છે, આજે અમે તમને દહી વાળુ કંટોલાનું શાક બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

કંટોલા, દહીં,ચણાનો લોટ, મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, જીરું,તેલ, લસણ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કંટોલાને ધોઈ ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, લસણ નાખીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં કંટોલા નાખીને સાંતળો અને તેમાં હળદર, મીઠું, મરચું પાઉડર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક વાટકામાં દહીં,ધાણાજીરું મિક્સ કરી કંટોલાના શાકમાં નાખીને થોડીવાર પકાવો.

સ્ટેપ-5

હવે તેમાં ચણાનો લોટ અને થોડું પાણી નાખીને મિક્સ કરી 3 મિનિટ સુધી સારી રીતે પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે દહીં વાળા કંટોલાનું શાક, તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chocolate Modak Recipe: ચોકલેટ મોદક બનાવવાની યુનિક રેસીપી