ગુલાબ જાંબુ અને કાલા જાંબુની અલગ અલગ રેસીપી હોય છે, તમે કાલા જાંબુને ઘરે બનાવવા માંગતા હોવ તો આ રેસીપી તમેને ઉપયોગી થશે.
ચાસણી માટે ખાંડ,પાણી,કેસર,ગુલાબ જળ,લીલી ઈલાયચી,લીંબુનો રસ,હરિયાળી માવો,મલાઈ પનીર,ખાંડનો પાવડર,બેકિંગ પાઉડર,મેંદાનો લોટ.
સૌ પ્રથમ એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી ગેસ પર ગરમ કરી ઓગાળીને તેમાં કેસર અને ગુલાબ જળ ઉમેરીને ચાસણી તૈયાર કરી લો.
હવે એક બાઉલમાં હરિયાળી માવો,ખાંડનો પાવડર,બેકિંગ પાવડર,મેંદાનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.
બરાબર મિક્સ કરીને લોટની જેમ મસળીને બાંઘેલા લોટમાંથી નાના નાના બોલ બનાવો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આવ નાના નાના બનાવેલા બોલને નાખીને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેળી લો.
હવે તળીને તૈયાર કરેલ ચાસણીમાં ઉમેરીને ચમચા વડેથી હલાવતા રહીને મિક્સ કરી લો.
થોડીવાર ચાસણીમાં ડુબાળી રાખીને તમે કાલા જાંબુ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગર વાંચતા રહો.