જો તમને વ્રત દરમિયાન કઈક અલગ ખાવાનું મન થાય તો તમે ફરાળી સાબુદાણીની ખીચડી ઘરે બનાવી શકો છો.
સાબુદાણા, બાફેલા બટેટા,મગફળી,મીઠો લીમડો,લાલ મરચું પાવડર,લીલા મરચા,તેલ,કોથમીર,જીરું, લીંબુનો રસ,સિંધા નમક,આખું સૂકું લાલ મરચું.
સૌ પ્રથમ સાબુદાણાને ધોઈને પાણીમાં 5 થી 6 કલાક માટે પલાળી દો અને એક કુકરમાં બટાકા બાફી સમારી લો.
હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,મીઠો લીમડો,લીલા મરચા ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં બાફેલા બટાકા ઉમેરીને પકાવીને પછી તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં રોક મીઠું ,લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લો,તૈયાર છે તમારી સાબુદાણાની ખીચડી.
સાબુદાણાની ખીચડી ઉપર લીંબુનો રસ અને કોથમરી ગાર્નિશ કરીને તમને દહીં અને બટાકાની વેફર સાથે ખાવાની ખૂબ મજા આવશે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.