હાંડવો એક સ્વાદિષ્ટ, નમકીન કેક જેવો એક પરંપરાગત ગુજરાતી નાસ્તો છે જે ચોખા, દાળ અને દૂધી, ગાજર, લીલા વટાણા જેવા શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને હમેશાં લીલી ચટણીની સાથે પીરસવામાં આવે છે.
ચોખા,તુવેર દાળ,ચણાની દાળ,અડદની દાળ,દહીં,છીણેલી દૂધી,લીલા વટાણા,ગાજર,હળદર, આદું-લીલા મરચાંની પેસ્ટ,બેકિંગ સોડા ,લીંબુનો રસ,તેલ,સ્વાદ પ્રમાણે મીઠું,રાઈ,જીરું,તલ,હીંગ,લીમડાના પાન.
દાળ-ચોખાને પાણીમાં ધોઈને તેને પાણીમાં 4 કલાક સુધી પલાળી દો.
હવે ચોખા અને દાળમાંથી વધારાનું પાણી કાઢીને તેને મિકસરના જારમાં નાખોં અને તેમાં દહીં,મીઠું અને પાણી નાખીને પીસી લો.
હવે એક તપેલીમાં ખીરું કાઢી લો અને થાળી ઢાંકીને આથો આવવા માટે રાખી મૂકો.
હવે તેમાં છીણેલ દૂધી,ગાજર,લીલા વટાણા,આદું-લીલા મરચાંની પેસ્ટ,તેલ, અને હળદર ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં રવો,બેકિંગ સોડા,લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,તલ,હીંગ,લીમડાના પાન નાખીને વઘાર કરો.
હવે તેમાં ખીરું રેડીને ચમચા વડે ફેલાવી ઉપર થાળી ઢાંકી ગોલ્ડન થાય ત્યાં સુધી પકાવો. તૈયાર છે ગુજરાતી હાંડવો.