Ghughra Recipe:દિવાળી માટે મીઠા ઘુઘરાની યુનિક રેસીપી


By Vanraj Dabhi26, Sep 2024 03:55 PMgujaratijagran.com

મીઠા ઘુઘરા

દરેક લોકોએ ઘુઘરા તો ખાધા હશે પરંતુ આજે અમે જામનગરી મીઠા ઘુઘરા બનાવવાની યુનિક રીત જણાવીશું.

સામગ્રી

મેંદાનો લોટ, ઘી, પાણી, દળેલી ખાંડ, રવો, કોપરાનું ખમણ, ઈલાયચી પાઉડર, તેલ.

સ્ટેપ-1

સૌપ્રથમ એક બોઉલમાં મેંદાનો લોટ, ઘી અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી રવા અને પરાનું ખમણ ઉમેરીને મીડીયમ ગેસ પર હળવા શેકી લો.

સ્ટેપ-3

હવે મિશ્રણ 15 મિનિટ ઠંડુ થાય પછી તેમાં દળેલી ખાંડ, ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના લૂઆને રોટલની જેમ વણીને તેમાં બે ચમચી સ્ટફિંગ ભરી ઘુઘરાનો શેપ આપો.

સ્ટેપ-5

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ઘુઘરા તળી લોને પ્લેટમાં કાઢી લો.

સર્વ કરો

તૈયાર છે દિવાળી સ્પેશિયલ મીઠા ઘુઘરા રેસીપી, તમે ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dal Pakwan: સિંધી દાળ પકવાન બનાવવાની યુનિક રેસીપી