Dry Kachori: જામનગરની પ્રખ્યાત ખસ્તા અને મસાલેદાર સૂકી કચોરી


By Vanraj Dabhi24, Oct 2024 12:58 PMgujaratijagran.com

સૂકી કચોરી

તમે કચોરી તો ખાધી જ હશે, પરંતુ જામનગરની પ્રખ્યાત સૂકી કચરી એકદમ યુનિક હોય છે, નોંધી લો રેસીપી.

સામગ્રી

મેંદાનો લોટ, મીઠું, તેલ, નવશેકુ પાણી, ધાણાજીરું, વરિયાળી, લવિંગ, તજ, તલ, હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું, હિંગ, ગરમ મસાલો, ખાંડ, તળેલી મગની દાળ, ગાઠીયા, કાજુ, કિસમિસ, આમલીનો પલ્પ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, મીઠું અને તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને મધ્યમ નરમ લોટ બાંધી પછી તેલથી ગ્રીસ કરીને લોટને 30 મિનિટ માટે સેટ થવા દો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ધાણાજીરું, જીરું, વરિયાળી, લવિંગ, તજ, સફેદ તલને હળવા શેકી લો.

સ્ટેપ-4

હવે તમામ સામગ્રીને એક પછી એક મિક્સર જારમાં નાખી બરછટ પીસી લો.

સ્ટેપ-5

હવે એક મિક્સિંગ બાઉલમાં હળદર, લાલ મરચું પાવડર, હિંગ, મીઠું, ગરમ મસાલો અને ખાંડ, કાજુ, કિસમિસ, તલ, વરિયાળી, આમલીની પેસ્ટ ઉમેરીને કચોરીનું સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ-6

હવે લોટમાંથી લૂઓ લઈ રોટલીની જેમ રોલ આઉટ કરી તેમાં સ્ટફિંગ ભરી કચોરી બનાવીને એક કડાઈમાં તેલ ગરમ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે જામનગરની પ્રખ્યાત સૂકી કચોરી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Thepla: દિવાળી પર ઘરે ટ્રાય કરો કુણા માખણ જેવા મેથીના થેપલાની રેસીપી