સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત


By Vanraj Dabhi17, Feb 2024 02:56 PMgujaratijagran.com

સેન્ડવીચ ઢોકળા રેસીપી

સેન્ડવીચ ઢોકળાએ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છ, ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.

સામગ્રી

ખીચડીયા ચોખા,અડદની દાળ,પાણી,ચણાનો લોટ,મીઠું સ્વાદ અનુસાર,સોડા,મરી પાઉડર,તેલ,રાઈ-જીરું,હિંગ,લીલા મરચા,કોથમીર,મીઠા લીમડાના પાન,કોથમીર ફુદીનાની ચટણી.

સ્ટેપ-1

સૌપ્રથમ ચોખા અને અડદની દાળને બરાબર બે ત્રણ પાણીથી ધોઈ તેને આખી રાત માટે પલાળી દો ત્યારબાદ તેને ક્રશ કરી ખીરું તૈયાર કરી તેને 7થી 8 કલાક માટે આથો આવવા માટે રહેવા દો.

સ્ટેપ-2

હવે આ ખીરામાં મીઠું અને સોડા નાંખી બરાબર હલાવી તેને બે સરખા ભાગ કરી લો.

સ્ટેપ-3

કોથમીર ફુદીનાની ચટણીમાં એક ચમચી બેસન,બે ટીપા ગ્રીન ફુડ કલર નાખી બરાબર મિક્સ તરી લો.

સ્ટેપ-4

હવે એક ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરીને જે વાસણમાં ઢોકળા બનાવવાના છે તે વાસણને તેલથી ગ્રીસ કરી તૈયાર કરી લો.

સ્ટેપ-5

હવે વાસણમાં નીચે ઢોકળાનું ખીરું પાથરી લો અને તેને ઢોકળીયામાં 10 મિનિટ માટે સ્ટીમ થવા દો.

સ્ટેપ-6

હવે તેમાં તૈયાર કરેલ કોથમીર ફુદીનાની ચટણીનું મિશ્રણ પાથરીને બીજું લેયર તૈયાર કરીને 10 મિનિટ સ્ટીમ કરો.

સ્ટેપ-7

હવે બાકી બચેલું ઢોકળાનુ ખીરુ પાથરીને ત્રીજું લેયર તૈયાર કરી ઉપરથી મરી પાઉડર છાંટીને 20 મિનિટસ્ટીમ કરો.

સર્વ કરો

હવે ઢોકળા ઠંડા થાય એટલે એક પ્લેટમાં કાઢીને વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,હીંગ,મીઠો લીમડો વઘારીને ઢોકળા પર રેડીને ગરમા ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જો સરળ ઝડપી અને સુંદર મેંહદી મુકાવા માંગતા હોવ તો આ મહેંદી ડીઝાઈન રહેશે તમારી માટે પરફેક્ટ