સેન્ડવીચ ઢોકળાએ એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ છે જે ચોખા અને અડદની દાળના આથા સાથે બનાવવામાં આવે છે. તમે પણ આ પરફેક્ટ સેન્ડવીચ ઢોકળાની સ્વાદિષ્ટ રેસીપી ઘરે અજમાવો.
દોઢ વાટકી ચોખા, અડધ વાટકી અડદની દાળ, 1 ચમચી મેથીના દાણા, પૌહા,સ્વાદ મુજબ મીઠું,હીંગ ખાંડ, બેકિંગ સોડા, તેલ,પાણી,કોથમરી, લીલા મરચા,આદું,શિંગના દાણા,જીરું,લીંબુ, બરફના ટુકડા,રાય,1 ચમચી સફેદ તલ,મીઠા લીમડાના પાન વગેરે.
સૌપ્રથમ ઢોકળાના બેટર માટે ચોખા- અડદની દાળ અને મેથીના દાણા બાઉલમાં નાખીને ધોઈને 4 કલાક માટે પાણીમાં પલાળી દો.
હવે પલાળેલા દાળ-ચોખા,પૌહા મિક્સરમાં નાખો અને પાણી ઉમેરીને પીસી બેટર બનાવી લો.
હવે એક કૂકરમાં બેટરને કાઢીને હાથથી હલાવો અને પછી ઢાંકણ બંધ કરીને ગરમ જગ્યા પર 7-8 કલાક સુધી રહેવા દો.
હવે બેટરને મોટા બાઉલમાં બહાર કાઢીને તેમાં સ્વાદ મુજબ મીઠું,હીંગ ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં એક નાની વાટકી પાણની, 2 ચમચી તેલ મિક્સ કરીને ગેસ પર ગરમ કરો અને તેમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સકરીને દ્રાવણમાં એડ કરીને મિક્સ કરી લો.
હવે એક કૂકરનું બાઉલ લો તેમાં તેલ ગ્રીસ કરીને તેમાં બેટર ફેલાવીને કૂકરમાં ગરમ પાણી પર બેટરના બાઉલને મૂકી ઢાંકણ બંધ કરી 5 મિનિટ સ્ટીમ કરો.
હવે વચ્ચેનું લેયર માટે એક ગ્રાઈન્ડરમાં કોથમરી,લીલા મરચા,આદુ,બરફ વગેરે નાખીને ગ્રાઈન્ડ કરીને પ્રથમ લેયર પર ફેલાવી દો.
હવે ત્રીજા લેયર માટે ઉપર ફરી બેટર ફેલાવીને તેના પર મરી પાવડર છાંટીને ફૂલ ગેસ પર 15 મિનિટ સુધી સ્ટીમ કરો.
તમારા તૈયાર થયેલા સ્પોન્જી સેન્ડવીચ ઢોકળા પર વઘાર નાખીને ગરરમાગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.