મરચા,રાઈના કુરિયા,લીંબુનો રસ,હળદર,મીઠું સ્વાદ પ્રમાણે,હિંગ,તેલ.
સૌથી પહેલા મરચાંને ધોઈને સાફ કરીને તેમાં ચેકા કરી બીજ કાઢી લો.
હવે એક પેનમાં હુંફાળુ તેલ ગરમ કરી લો.
હવે એક વાસણમાં મરચાં પર હળદર,રાયના કુરિયા,હિંગ,નાખીને તેના પર ગરમ કરેલું તેલ રેડો.
હવે તેના પર સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખી બધું બરાબર મિક્સ કરીને એક રાત માટે ઢાંકીને મૂકી રાખો.
બીજે દિવસે મરચા સરસ થઈ જશે, તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.