ઇન્સ્ટન્ટ ફરાળી દહીંવડા બનાવાની રીત


By Vanraj Dabhi13, Feb 2024 01:05 PMgujaratijagran.com

દહીં વડાની રેસિપી

શુ તમે કયારેય ફરાળી દહીંવડા ખાધા છે, આજે અમે તમને ફરાળી દહીંવડાની રેસિપી જણાવીશું.

સામગ્રી

દહીં,લાલ મરચું પાવડર,ખાંડ,મીઠું,સંચળ પાવડર,સેકેલું જીરું,મરી પાવડર,કોથમરી,સામો,બટેટા,તેલ,કાજુ,કિસમિસ,આદુ-મરચાની પેસ્ટ,તીખી અને મીઠી ચટણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક તપેલીમાં 1 કપ સામો(મોરૈયો) અને તેમાં પાણી ઉમેરી બે-ત્રણ વાર તેને ધોઈ લો.

સ્ટેપ- 2

હવે એક કૂકરમાં સામો,પાણી,બટેટા ઉમેરીને 2-3 સીટી વાગે ત્યાં સુઘી પકાવો.

સ્ટેપ- 3

હવે આ મિશ્રણમાં મરી પાવડર,શેકેલુ જીરું,સંચળ પાવડર,કિસમિસ,કાજુ,આદુ-મરચાની પેસ્ટ,કોથમરી ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 4

તૈયાર કરેલ મિશ્રણમાંથી નાના નાના વડા બનાવી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરો.

સ્ટેપ- 5

હવે ગરમ તેલમાં વડા તળીને એક ડિશમાં કાઢી લો.

સર્વ કરો

હવે જેટલા વડા સર્વ કરવા હોય તેટલા એક બાઉલમાં પાણામાં થોડી વાર પલાળીને ડિશમાં કાઢી તેના પર દહીં,તીખી-મીઠી ચટણી,કાજુ,કોથમરી,શેકેલ જીરું પાવડર અને લાલ મરચું છાંટીને સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મૂળાની ચટણી બનાવવાની રીત