ચા સાથે નાસ્તામાં કઈક ક્રિસ્પી ખાવાનું મન થાય તો તમે બટર ચકરી ઘરે ટ્રાયકરી શકા છો , નોંધી લો સરળ રેસીપી.
ચોખાનો લોટ, ચણાનો લોટ, સફેદ તલ, મીઠું, બટર, હીંગ, તેલ, પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા અને ચણાનો લોટ, બટર, મીઠું, હીંગ, તલ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધીને થોડીવાર સેટ થવા દો.
હવે લોટને બરાબર કૂણીને ચકરીના સંચામાં લોટ ભરીને એક બટર પેપર પર ચકરી બનાવીને પંખા નીચે રાખો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચકરીને ક્રિસ્પી થાય ત્યા સુધી તલી લો.
તૈયાર છે બટર ચકરી તમે નાસ્તામાં ચા સાથે સર્વ કરી શકો છો.