ગુજરાતી ઢોકળા દરેક લોકો ખાવાનું પસંદ કરે છે તેથી આજે અમે તમને મસાલેદાર બ્રેડ ઢોકળાની સરળ રેસીપી જણાવીશું.
બ્રેડનો ભુકો,સોજી,દહીં,આદુ-લીલા મરચાની પેસ્ટ,મરચું પાવડર,તેલ,સ્વાદ માટે મીઠું,સરસવ,તલ,હિંગ,ફ્રુટ સોલ્ટ.
બ્રેડ ઢોકળા બનાવવા માટે, એક બાઉલમાં બ્રેડના ટુકડા,રવો,દહીં,આદુ-લીલા મરચાંની પેસ્ટ,મરચું પાવડર,અડધી ચમચી તેલ,મીઠું અને અડધો કપ પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં ફ્રુટ સોલ્ટ ઉમેરીને તેના પર 2 ચમચી પાણી રેડીને હળવા હાથે મિક્સ કરીને બેટર બનાવી લો.
બેટરને ગોળાકારની પ્લેટને ઘીથી ગ્રીસ કરીને તેમાં એક સમાન સ્તરમાં ફેલાવી દો.
તેના પર ઢાંકણ ઢાંકીને ઢોકળાને પકાવીને થાડીવાર ઠંડા થવા દો.
એક નાની નૉન-સ્ટીક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ,તલ,હિંગ ઉમેરીને સાંતળી વઘાર તૈયાર કરીને ઢોકળા પળ રેડો.
હવે ઢોખળાના ચોરસ ટુકડા કરીને લીલી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.