આ રેસીપી બધા લોકોને પસંદ હોય છે તમે હળવો નાસ્તો કરવા માંગતા હોવ તો આ રેસીપી અજમાવી શકો છો, આજે આપણે જાણીશું સેન્ડવીચ રેસીપી.
માખણ,તેલ,આદુ-લસણની પેસ્ટ,ચિલી ફ્લેક્સ,લીલા મરચા,ડુંગળી,કેપ્સીકમ,મીઠું સ્વાદ મુજબ,કોબીજ,ગાજર છીણેલું,કાળા મરી પાવડર,મેયોનેઝ,બ્રેડ.
સૌ પ્રથમ એક પેનમાં ઘી કે તેલ ગરમ કરી ચિલી ફ્લેક્સ,લીલા મરચા,ડુંગળી,કેપ્સીકમ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં મીઠું,ગાજર અને કોબીજ ઉમેરીને મિક્સ કરીને એક બાઉલમાં કાઢી લો.
તેમાં મેયોનેઝ નાખીને મિક્સ કરી લો.
હવે એક તવા પર સેન્ડવીચ બ્રેડ મૂકો અને તેના પર આ મિશ્રણ લગાવો.
હવે તેના ઉપર બીજી બ્રેડ મૂકી બટર લગાવીને ગ્રીલ કરી લો.
તૈયાર છે તમારી વેજ ગ્રીલ સેન્ડવીચ, તમે તેને ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.