ઘી સદીઓથી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ રહ્યુ છે. ઘીનો સૌથી વધુ ઉપયોગ માત્ર ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં જોવા મળે છે.
ઘીમાં પ્રોટીન, દૂધની ચરબી, હેલ્ધી ફેટ, ઘણા વિટામિન્સ અને ઘણા પોષક તત્વો હોય છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઘીને આયુર્વેદમાં સારી દવા પણ માનવામાં આવ્યુ છે. શરદી અને ઉધરસથી બચવા માટે આનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે
ઘી સાથે મસાલા અને જડી બૂટીઓનુ સેવન કરવાથી ગળામાં ખરાશ, શરદી અને ઉધરસ મટે છે.
ઘી, હળદર, કાળા મરીને મીક્સ કરીને પીવાથી શરદી, તાવ અને કંજેશન જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. ઘીનું સેવન કરવાથી દવાઓની અસર ઝડપથી થાય છે
સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. હેલ્થ સંબધિત આવી જ જાણકારી માટે વાચતા રહો ગુજરાતી જાગરણ.