તમે કેશો કે પનીર તો ફક્ત દુધથી જ બને, પણ તમને જાણીને નવાઈ લાગશે કે મગફળીથી તમે પનીર પણ બનાવી શકો છો, એ પણ ઘરે. આજે અમે તમને જણાવીશું મગફળીથી, બજારમા મળે તેવું પનીર કેવી રીતે બનાવી શકાય
પનીર બનાવાની આ રીતમાં સૌપ્રથમ તપેલીમા મગફળીને બાફવાની રહેશે, થોડીવાર તેને ધીમા તાપે ઉકળવા દો.
બાફેલી મગફળીને એક પ્લેટમાં કાઢીને ઠંડી થવા મુકી દો, આ સ્ટેપને સ્કીપ કરશો નહી
હવે ઠંડી પડેલી મગફળીને મિક્સર જારમાં નાખો, જારમા બે વાટકી પાણી રેડીને તેને સારી રીતે ક્રશ કરી લો.
ત્યારબાદ મગફળીના આ પેસ્ટને 1-2 વાર સારી રીતે ગાળી લો
ગાળી લીઘા પછી, મગફળીના આ પાતળા પેસ્ટને ગેસ પર મુકીને ગરમ કરી લો, તેમાં 4-5 ચમચી વીનેગર નાખો, થોડીવારમા એ ફાટવા લાગશે. ત્યારબાદ તેને ગાળી પનીરને અલગ કરી લો. હવે તમારું પનીર સંપુર્ણ રીતે તૈયાર છે.
આશા છે તમને આ સ્ટોરી ગમી હશે, અને પનીર બનાવાની આ રીત પણ અપનાવશો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. વધુ જાણકારી માટે ગુજરાતી જાગરણને વાંચતા રહો