વાળને લાંબા, ઘેરા અને ચમકદાર બનાવવા માટે તમે ડુંગળીના તેલનો ઉપયોગ કરી શકો છો, તે તમારા વાળના વિકાસમા સુધાર લાવે છે. ચલો જાણીએ વાળ માટે ફાયદાકારક એવા ડુંગળીના તેલને બનાવવાની રીત વિશે.
ડુંગળીના તેલમા એંટી સોપ્ટિક, એંટી બેક્ટેરિયલ, એંટી ઓક્સિડેંટ્સ તથા વિટામિન એ જેવા ગુણો ભરપૂર માત્રામા હોય છે.
ડુંગળીના તેલને બનાવવા માટે તમારે ડુંગળીના રસની સાથે સાથે બદામ અથવા નાળિયેરના તેલની જરુર પડશે.
ડુંગળીના તેલને બનાવવા 2 ડુંગળીને પીસીને તેનો રસ બનાવી લો. તમે ડુંગળીના પેસ્ટને પણ લઈ શકો છો. એક પાત્રમા તેલને ગરમ કરો. તેમા ડુંગળીના પેસ્ટ અથવા રસને નાખો. ત્યારબાદ તેને 10 થી 15 મિનિટ પકાવો. હવે ગેસ બંધ કરીને તેને એક બોટલમા ભરી લો.
વાળને ખરતા અટકાવવા તથા ખોડાથી છૂટકારો મેળવવા માટે ડુંગળીના તેલથી વાળની માલિસ કરો. આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
વાળને લાંબા, ઘેરા અને ચમકદાર બનાવવા માટે તમારે માથાના ભાગને એકદમ સ્વસ્થ રાખવો જરુરી છે. આ માટે તમે ડુંગળીના તેલનો ઉપયોગ કરી શકો છો. તે ચેપથી પણ બચાવે છે.
ડુંગળીનુ તેલ એંટી બેક્ટેરિયલ અને એેંટી ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી માથામા માલિશ કરવાથી જૂંઓથી છૂટકારો પ્રાપ્ત થાય છે.