ઘરે ગાજરનો હલવો બનાવવા માટે આ સરળ રેસીપી અજમાવો


By Vanraj Dabhi23, Jan 2024 04:24 PMgujaratijagran.com

ગાજરનો હલવો રેસીપી

જો તમને ગાજરનો હલવો ગમે છે તો તમે માવા વગર ઘરે જ ગાજરનો હલવો બનાવી શકો છો. આ ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર છે. ચાલો જાણીએ કે દૂધમાંથી ગાજરનો હલવો કેવી રીતે બને છે.

સામગ્રી

ગાજર 1 કિલો, દૂધ ઘાટી મલાઈ 1/2 લિટર, ખાંડ 250 ગ્રામ, સમારેલા કાજુ 10, સમારેલી બદામ 8, કિશમિસ 10, સમારેલા પિસ્તા 8, એલચી પાવડર ½ ચમચી, ઘી 1 ચમચી.

સ્ટેપ- 1

ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ ગાજરને છાલ ઉતારીને છીણી લો.

સ્ટેપ- 2

હવે ગાજરમાં 1 કપ પાણી નાખીને પ્રેશર કૂકરમાં 1 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 3

હવે મધ્યમ આંચ પર કડાઈમાં ઘી નાંખીને ગરમ કરવા રાખો અને કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગાજર નાખીને સાંતળો.

સ્ટેપ- 4

હવે તેમાં દૂધ નાખીને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.

સ્ટેપ- 5

જ્યારે બધુ દૂધ સુકાઈ જાય ત્યારે ગાજરમાં ખાંડ ઉમેરીને બરાબર હલાવો.

સ્ટેપ-6

જ્યારે ખાંડનું પાણી પણ સુકાઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 7

ગાજર, દૂધ અને ખાંડનું પાણી સુકાઈ જાય એટલે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ગાજરનો હલવો તૈયાર છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કચ્છી દાબેલી ઘરે બનાવવાની રીત