Herbal Colors on Holi: હોળી રમો હર્બલ કલરથી, ઘરે બનાવો સરળ રીતે


By Gujarati Jagran04, Mar 2023 06:50 PMgujaratijagran.com

પીળો રંગ

ઘરમાં પ્રાકૃતિક રીતે પીળો રંગ બનાવવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છ. તમે હળદરની સાથે કેસુડાનો ઉપયોગ કરી શકો છો. તમે તેમા પાણી મેળવીને સરળતાથી રંગ બનાવી શકો છો.

લાલ રંગ

પ્રાકૃતિક રીતે લાલ રંગ બનાવવા માટે તમે ગુલાબની પાખડીઓ પીસી લાલ રંગ બનાવી શકો છો. દાડમ, ગાજર અને ટમેટાને પીસીને પણ તમે હોળી માટે લાલ રંગ બનાવી શકો છો.

નારંગી રંગ

ગુલાલમાંથી નારંગી રંગ બનાવવા માટે તમારી પાસે ચંદનનો પાવડર અને કેસુડા હોવા જોઈએ. સરખા પ્રમાણમાં પીસીને તમે આ રંગ બનાવી શકો છો.

મજેંટા રંગ

તમે આ રંગ બનાવવા માટે બીટને કાપીને પાણીમાં ઉકાળો. આ ઉકાળાને આખી રાત રહેવા દો બીજા દિવસે ઉપયોગ કરી શકો છો.

લીલો રંગ

તમે લીંબડાના પાંદ કે મેંદીનો ઉપયોગ કરી શકો છો.

ઉંદરને માર્યા વગર જ ઘરમાંથી ભગાડવા અપનાવો આ ખાસ ઉપાય