ઉંદરને માર્યા વગર જ ઘરમાંથી ભગાડવા અપનાવો આ ખાસ ઉપાય


By 02, Mar 2023 10:59 PMgujaratijagran.com

કિંમતી વસ્તુ કોતરી ખાય છે

ઘરમાં ઉંદરને લીધે લોકો અવાર-નવાર સતત પરેશાન રહેતા હોય છે, કારણ કે ઉંદર ઘરમાં ગંદકી ફેલાવવા ઉપરાંત ઘરમાં રહેલી કિંમતી ચીજવસ્તુને કોતરી ખાય છે.

દવા

મોટાભાગના ઘરોમાં ઉંદરોને ભગાડવા બજારમાંથી દવાઓ લાવવામાં આવે છે, જેને લીધે સરળતાથી ઉંદર મરી જાય છે, પણ તેની દુર્ગંધથી ઘરમાં ઘણી મુશ્કેલી સર્જાય છે.

ઘરમાંથી ભગાડી શકાશે

અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખાસ ઉપાય,જેનાથી ઉંદરને માર્યા વગર ઘરમાંથી ભગાડી શકાશે.

પિંજરું

ઉંદરને ઘરમાંથી ભગાડવાનો સૌથી અચૂક અને જૂનો ઉપાય છે પિંજરા, જે બજારમાં સરળતાથી મળે છે

લાલ મરચાનો પાઉડર

ઉંદરને ભગાડવા માટે લાલ મરચાનો પાઉડર ખૂબ જ અસરકારક છે. તેને લીધે ઘરમાંથી ઉંદર ઉપરાંત કીડા-મકોડા પણ ભાગી જશે.

સ્પ્રે બોટલ

તમારે સ્પ્રે બોટલમાં પાણી ભરીને તેમાં પાંચથી છ ચમચી લાલ મરચાનો પાઉડર મિક્સ કરો. લાલ મરચાને મિક્સ કરી ઘરના ખૂણામાં છંટકાવ કરો.

નેફ્થલીન બોલ્સ

નેફ્થલીન બોલ્સનો ઉપયોગ ઘરમાં છૂપાયેલા ઉંદરને ભગાડવા માટે કરી શકાય છે. તેને પાણીમાં મિશ્રિત કરી ઘરના ખૂણામાં છંટકાવ કરો.

જાણો અંબાણી પરિવારની આ મહિલાઓ કેટલી ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી ધરાવે છે