આ શરબત બનાવવા માટે તમારે જોઈશે સૂકો કોકમ, પાણી, ખાંડ, ગોળ અથવા મધ, શેકેલું જીરું, કાળું મીઠું, બરફના ટુકડા અને ફુદીનાના તાજા પાંદડા
સૌપ્રથમ એક તપેલીમાં સૂકા કોકમને પાણીમા નાખી મિક્સ કરી લો. તપેલીને ગેસ પર 30 મિનિટ સુધી ઉકળવા દો, જેથી પાણી ઓછુ થાય અને મીક્સર ઘાટું બને
હવે આ લીક્વીડને ગરણી વડે ગાળી લો જેથી લીક્વીડમાંથી કોકમનો ભાગ નીકળી જાય
બચેલા કોકમને મોર્ટાર અને પેસ્ટલ અથવા મસાલા ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી તેને ઝીણી પેસ્ટમાં પીસી લો.
હવે આ કોકમ પેસ્ટને ગાળવામા આવેલા લીક્વીડમાં ઉમેરો, તેમા તમે ખાંડ અથવા ગોળ કે પછી મધ તમારી પસંદનું સ્વીટનર, શેકેલું જીરું પાવડર અને કાળું મીઠું સ્વાદ માટે ઉમેરો.
હવે આ કોકમ પેસ્ટને ગાળવામા આવેલા લીક્વીડમાં ઉમેરો, તેમા તમે ખાંડ અથવા ગોળ કે પછી મધ તમારી પસંદનું સ્વીટનર, શેકેલું જીરું પાવડર અને કાળું મીઠું સ્વાદ માટે ઉમેરો.
કોકમ શરબતને ઓછામાં ઓછા એક કલાક માટે રેફ્રિજરેટ કરો.
આઇસ ક્યુબ્સથી ભરેલા ગ્લાસમાં થોડા તાજા ફુદીનાના પાનથી ગાર્નિશ કરો, એન્જોય કરો આ હેલ્ધી ટેસ્ટી કોકમ શરબત