ઢોકળા તો દરેક લોકોએ ખાધા હશે, પરંતુ આજે અમે તમને દમણી ઢોકળાની યુનિક રેસીપી જણાવીશું જે તમે કદાચ નહીં ટ્રાય કરી હોય.
જુવાર, અળદની દાળ, ચણાની દાળ, ચોખા, બાજરી, દહીં.
બાફેલા ચણા, ગાજર, લીલા વટાણા, લીલા મરચાની પેસ્ટ,આચાર મસાલો, ગોળ, હળદર, લાલ મરચું પાવડર, હિંગ, મીઠું, તેલ, આદુ, ફ્રુટ સોલ્ટ, પાણી.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં જુવાર,અળદ-ચણાની દાળ અને બાજરી-ચોખા નાખીને ગ્રાઈન્ડ કરી એક બાઉલમાં આથા માટે રાખો.
હવે તેમાં ઝીણા સમારેલા શાકભાજી અને બાફેલા ચણા ઉમેરો.
હવે તેમાં જણાવેલા તમામ મસાલા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
હવે બેટરને ઢોકળીયાના મોલ્ડમાં ભરીને સ્ટીમ કરવા મૂકો.
હવે સ્ટીમ થયા પછી ઢોકળીયામાંથી અનમોલ્ડ કરીને પ્લેટમાં કાઢી લો.
તૈયાર છે દમણી ઢોકળા તમે ઉપર આચાર મસાલો છાંટીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.