નાસ્તામાં દરેક લોકોએ બટાકા પૌવા તો ખાધા જ હશે, આજે અમે તમને ગુજરાતી સ્ટાઈલમાં પૌવા બટાકા બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.
પૌવા, બટાકા, લીલા વટાણા, ગાજર, ટામેટા, ડુંગળી, લીલુ લસણ, તેલ, રાઈ-જીરું, હિંગ, મીઠો લીમડો, કોથમરી.
સૌ પ્રથમ પૌવાને ધોઈને થોડીક વાર માટે પલાળી દો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરુ,હિંગ,મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરો.
હવે તેમાં ડુંગળી નીખીને સાંતળી લો પછી તેમાં બાફેલા બટાકા,લીલા વટાણા,ગાજર નાખીને મિક્સ કરો.
હવે તેમાં ટામેટાના ટુકડા,લીલું લસણ,મીઠું અને આદુ મરચાં નાખીને મિક્સ કરી લો.
હવે બધું બરાબર મિક્સ થાય પછી તેમાં પૌવામાં મીઠું ઉમેરીને બટાકાના મિશ્રણમાં મિક્સ કરી તેમાં લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી ઉપર લીલુ લસણ અને લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનીવ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.